/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-8.jpg)
રાજકોટમાં નોનઆલ્કોલીક બિયરના નામે થઇ રહ્યું છે આલ્કોલીક બિયરનું વેચાણ.. રાજકોટ મનપા ની ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલ શિવશક્તિ ટ્રેડર્સમાંથી નોંઆલ્કોલિક બિયરના નમૂના લેવામાં આવ્યા હતા.
જેને વડોદરા લેબોરેટરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. મનપા દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પૈકી 4 ના સેમ્પલ ફેઈલ થયા છે જેમાંથી વેનપુર કંપનીના સેમ્પલમાંથી આલ્કોલની માત્રા હોવાનું સામે આવ્યું છે જ્યારે બાકીના 3 હેનિકેન, એડીલેમેંસ્ટર અને બાવરિયા નોન આલ્કોલીક સેમ્પલમાં મિસ્બ્રાન્ડેડ હોવાનું સામે આવ્યું છે. આવેલ રિપોર્ટ મનપા દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરી આગામી દિવસોમાં શહેરમાં નોન આલ્કોલીકના નામે વેચાતા બિયરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે આ પ્રકારના પીણા પાનની દુકાન અને કાફેમા આસાની થી મળી જતા હતા. જેનું સેવન સૌથી વધુ પ્રમાણમાં યુવક અને યુવતીઓ કરતા હોવાનું જાણવા મળેલ છે.