Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં હોસ્પિટલનાં ડોકટરે નર્સ પર આચર્યુ દુષ્કર્મ

રાજકોટમાં હોસ્પિટલનાં ડોકટરે નર્સ પર આચર્યુ દુષ્કર્મ
X

રાજકોટનાં કોઠારીયા રોડ પરની હોસ્પિટલમાં ડોકટર તરીકે પંકજ વેકારીયા ફરજ બજાવતો હતો. ડોકટરને તેની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતી સાથે પ્રેમ થયો અને બાદમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ, યુવતીને ગર્ભવતી બનાવી બાદમાં ગર્ભપાત પણ કરાવ્યો હતો, સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા મહિલા પોલીસ મથકે ભોગ બનનાર યુવતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડો. પંકજ વેકારીયાએ તેની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અને યુવતી સાથે હોસ્પિટલમાં જ દુષ્કર્મ આચરતો હતો. ડોકટર પરણિત હોવાનું યુવતીને માલુમ થતા સમાજમાં આબરૂ ન રહે તેવા ડરનાં કારણે ડોકટરનાં ત્રાસ થી યુવતી આજીડેમ ખાતે આત્મહત્યા કરવા પહોંચી હતી. જોકે તેની તબિયત લથડતા તેણી પડી ગઈ હતી અને હાલ સારવાર લઇ રહી છે.

યુવતીએ સુસાઇડ નોટ પણ લખી છે તેમાં પણ ડોકટરનાં ત્રાસથી આત્મહત્યા કરવાનું લખેલ છે. પોલીસનાં જણાવ્યા મુજબ ડોકટર પંકજ દ્વારા રાજકોટની અલગ અલગ બે જગ્યાએ યુવતીને લઇ જઇ બે વખત ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Next Story