Connect Gujarat
ગુજરાત

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો કરનાર આરોપીઓએ જાહેરમાં માંગી માફી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર  હુમલો કરનાર આરોપીઓએ જાહેરમાં માંગી માફી
X

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જંગલેશ્વર વિસ્તાર માંથી હનીફ ઘોડીનાં જુગાર ધામ પર રેડ કરી હતી, આ ઘટના દરમિયાન પોલીસ પર હુમલો પણ થયો હતો.

છ દિવસ પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વર વિસ્તારમાં હનિફ ઘોડીની જુગાર કલબ પર દરોડો પાડયો હતો. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે 5 લાખ થી વધુની રોકડ કબ્જે કરી હતી,અને 50 જેટલા શખ્સો વિરૂધ્ધ જુગારધારાની કલમ લગાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે જ્યારે દરોડાની કાર્યવાહી કરી હતી ત્યારે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી પણ થવા પામી હતી. અને જુગાર રમનારા શખ્સો પોલીસ પાસેથી દલ્લો ઝુટવીને પણ નાસી છુટ્યા હતા.

જોકે 14 જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. તેમજ ફરજમાં રૂકાવટ પણ કરી હતી. ત્યારે આ સમયે એક શખ્સ ઘાયલ થયો હતો. જેનુ નામ તન્વીર શીશાંગીયા છે. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. અને પોલીસ દ્વારા જુગાર ધામ વાળી જગ્યાએ તેને પંચનામુ કરવા લઈ જવાયો હતો. ત્યારે આ સમયે આરોપીએ જાહેરમાં માફી પણ માગી હતી. જો કે હજુ પણ આ મામલે 13 જેટલા શખ્સ પોલીસ પકડથી દુર છે.

Next Story