રાજકોટ : ગૌરીદડ ગામ પાસે નર્મદા પાઈપલાઈનમા ભંગાણ, 15MLD પાણી વેડફાયું

New Update
રાજકોટ : ગૌરીદડ ગામ પાસે નર્મદા પાઈપલાઈનમા ભંગાણ, 15MLD પાણી વેડફાયું

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા પાણી મામલે પોકાર ઉઠ્યો છે. બિજુ બાજુ સરકાર કહે છે કે અમે ચિંતીત છીએ અને પાણી મામલે ચિંતન કરીએ છીએ. તો બિજી તરફ રાજકોટ પાસે આવેલ ગૌરીદડ ગામે નર્મદા નીરની પાણીની લાઈનમા ભંગાણ થયાની ઘટના સામે આવી છે. જો કે પાઈપમા ભંગાણ થતા રાજકોટના વોર્ડ નંબર 18 સહિત આજુબાજુના ગામોમા પીવાના પાણીની તંગી સર્જાય છે. ત્યારે લોકોનુ કહેવુ છે કે નર્મદા નીરની લાઈનમા ભંગાણ તો આજે થયું પરંતુ તેઓના વિસ્તારમા દર 4 દિવસે પાણી મળે છે. ત્યારે લોકો હાલ વેચાતુ પાણી મંગાવી જીવનધોરણ ટકાવી રહ્યા છે. ત્યારે તંત્ર કોઠારીયા ગામ વિસ્તારના લોકોની પડખે ક્યારે આવે છે તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે.