/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/cxvcx-1.jpg)
એસીબીએ Dysp ની શોધખોળ શરૂ કરી
રાજકોટ પોરબંદર હાઇવે ઉપર ધોરાજી પાસે અમદાવાદ એસીબીએ ફરિયાદ આધારે છટકું ગોઠવી હથિયારના ગુનામાં વધુ આરોપીના નામ નહિ ખોવાવા સબબ 8લાખની લાંચ લેતા જેતપુરના કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધો છે જયારે ફોનમાં વાત કરનાર ડીવાયએસપી ભરવાડ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજ્યભરમાં લાંચીયા અધિકારીઓ સામે એસીબી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક શખ્સને હથિયાર સાથે પકડ્યો હોય તે આરોપી પાસે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિશાલભાઇ ગોવિંદભાઇ સોનારાએ વધુ કોઈના નામ નહિ ખોલાવવા, માર નહિ મારવા અને જેતપુરના ડીવાયએસપી જે એમ ભરવાડ પાસે રજૂ નહિ કરવા અંગે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જે પેટે અંતે 8 લાખમાં નક્કી થયું હતું આ લાંચ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક એન ડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ અમદાવાદ એસીબીના પીઆઇ વી એ દેસાઈ અને તેમની ટીમે રાજકોટ પોરબંદર હાઇવે ઉપર ધોરાજી પાસે આવેલ આવકાર રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી નક્કી થયા મુજબ ફરિયાદી 8 લાખ રૂપિયા રોકડા લઈને આવકાર હોટલ પાસે આવ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ લાંચની રકમ
8 લાખ રૂપિયા સ્વીકારી ડીવાયએસપી જે એમ ભરવાડ સાથે રૂબરૂમાં જ ફોન કરી લાંચના રૂપિયા 8 લાખ મળી ગયા છે તેવી વાત કરતા જ છુપાયેલ એસીબીની ટિમ ત્રાટકી હતી અને કોન્સ્ટેબલ વિશાલ સોનારાને રંગેહાથ ઝડપી લીધો હતો અને એસીબીની ટીમે લાંચ અંગે વિશાલ સોનારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને ડીવાયએસપી જે એમ ભરવાડ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને 8 લાખની લાંચ લેતા ઝડપી લઇ અને ડીવાયએસપી સામે ગુનો નોંધતા ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.