Connect Gujarat
ગુજરાત

રાજકોટ: ફાયર સેફટી ન ધરાવતા ૧૬૩ કલાસીસ મ.ન.પા દ્વારા કરાયા સીલ

રાજકોટ: ફાયર સેફટી ન ધરાવતા ૧૬૩ કલાસીસ મ.ન.પા દ્વારા કરાયા સીલ
X

રાજકોટ શહેરમા છેલ્લા ત્રણ દિવસથી ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમા ફાયર સેફટી ન ધરાવતા કલાસીસને સસિલ મારવામા આવ્યુ છે. તો જ્યા સુધી ફાયરનુ એનઓસી ન મેળવે ત્યા સુધી કલાસીસ ન ખોલવાનો આદેશ પણ આપવામા આવ્યો છે.

ત્યારે ફાયર અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ ચેકિંગ દરમિયાન સુરતની તક્ષશિલા એકેડમીની જેમ રાજકોટમા પણ ગેરકાયદે બાંધકામ વાળા કલાસીસ ઝડપાયા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ તમામને ૭ દિવસમા બાંધકામની પરમિશન આપવામા આવી છે કે કેમ તે અંગે ખુલ્લાસો કરવામા આવ્યો છે. તો સાથેજ આગામી ૭ દિવસમા સંતોષકારક ખુલ્લાસો ન કરે તો ડિમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

Next Story