/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/sddefault-34.jpg)
રાજકોટમા વોર્ડ નંબર 5 ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ વિરૂધ્ધ ફરી એક વાર ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેટર અનિલ રાઠોડ અને તેના ત્રણ પુત્રની પોલીસે મારા મારીના ગુનામા ધરપકડ કરી છે. તો સામા પક્ષે પણ કોર્પોરેટરની પત્ની અને પુત્રીએ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલ રાઠોડ પોતાના કાકા ગોવાભાઇ રાઠોડના દિકરા પ્રતિકના લગ્ન પ્રસંગના જમણવારમાં પોતાના પુત્રો સાથે હથીયારો સાથે પહોંચી મારામારી કરી હતી. જે મારા મારીમા તેમના ભાભી, ભત્રીજા સહિત પાંચને ઇજા પહોંચતા શહેરની સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા હતા.
કનેકટ ગુજરાત સાથેની ટેલિફોનીક વાતચીતમા અનિલ રાઠોડના નાના ભાઇ પિન્ટુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે અમારા મોટા ભાઇ મહેશભાઇ રાઠોડ હયાત નથી. તેમના દિકરા પ્રતિકના લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમા અમારા બીજા નંબરના ભાઈ અનિલભાઇને આમંત્રણ નહોતું આપયું. કારણ કે વર્ષોથી અમારે અંદરોઅંદર મનદુઃખ ચાલતું હોય જેથી અને કૌટુંબિક પ્રસંગોમા એક બીજાને બોલાવતા નથી.ત્યારે ગઈકાલે લગ્ન પ્રસંગમાં અરવિંદ ભાઈ તેમના ત્રણ પુત્રો સાથે આવી આતંક મચાવ્યો હતો.