/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-22.jpg)
રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડ મિટિંગ મળી હતી. જિલ્લામાં રોગચાળાની સ્થિતિ વકરી છે, તેના કારણે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ માસ્ક પહેરી આ મિટિંગમાં આવ્યા હતા. જેના કારણે રોગચાળા મુદ્દે ભારે હોબાળો થયો હતો. જો કે બાદમાં ચર્ચાનો સમય એક કલાકથી વધારી 2 કલાક કરવામાં આવ્યો.
રાજકોટ મનપાનાં મળેલા બોર્ડમાં સાશક પક્ષના કોર્પોરેટર ઉદય કાનગડ દ્વારા દોષનો તમામ ટોપલો મહાપાલિકાના અધિકારીઓ પર નાખવામાં આવ્યો હતો. અને મેયર ડો.જૈમન ઉપાધ્યાય દ્વારા પણ સ્વિકાર કરવામાં આવ્યો હતો કે પહેલા જનરલ બોર્ડ બહુ સારી રીતે ચાલતા હતા.
સાશક પક્ષે આજે પેહલી વાર ખુદ સ્વિકાર કર્યુ કે મહાપાલિકાના અધિકારીઓ તેમજ કર્મીઓ કામ નથી કરતા આ વાત સાંભળતા જ વિપક્ષી નેતા ગેલમાં આવી ગયા હતા. કારણ કે વિપક્ષ વર્ષોથી રજુઆત કરતુ આવ્યુ છે કે કર્મીઓ અને અધિકારીઓ કામ નથી કરતા જેથી રાજકોટની પ્રજા હાલાકી ભોગવે છે.
જનરલ બોર્ડ મિટિંગમાં આ વિવાદો વચ્ચે એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આગામી સમયમાં વન વોર્ડ વન મિટિંગનાં એજન્ડા હેઠળ ખુદ કમિશનર અને અધિકારીઓની ટીમ જે તે વોર્ડનાં કોર્પોરેટર સાથે સ્થળ તપાસ કરી મિટિંગ યોજશે.