/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-68.jpg)
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની 3 પિસ્તોલ અને 45 જીવતા કારતુસ સાથે મૂળ મધ્યપ્રદેશના બે શખ્સોનીને ઝડપી પાડ્યા હતા.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોકડી પાસે બે ઈસમો હથિયારના જથ્થા સાથે ઉભા હોવાની પૂર્વ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચનો કાફલો વોચમાં ગોઠવાઈ ગયો હતો, તે દરમિયાન ત્યાંથી મૂળ મધ્યપ્રદેશના ઈન્દરસિંગ ગુલાબસિંગ ચીખલીગર અને કુમારશી ભિખલા બારેલા 3 પિસ્તોલ અને 45 કારતુસ સાથે મળી આવતા પોલીસએ બંનેની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યુ છે કે મૂળ મધ્યપ્રદેશમાં રહેતા બંને શખ્સો 5000 રૂપિયામાં દેશી બનાવટની પીસ્તોલ બનાવતા હતા અને ગુજરાતમાં રૂપિયા 15000ની કિંમતમાં પીસ્તોલ વેંચતા હતા, અને તેઓ ટ્રેન મારફતે જ મધ્યપ્રદેશ થી ગુજરાત આવતા હતા , અને માલસામાનમાં પીસ્તોલ અને કારતુસ રાખવાને બદલે પાઘડી કે નેફામાં છુપાવીને રાખતા હતા , અને ટ્રેનમાં કોઈ પણ પ્રકારનું ચેકીંગ પણ થતું ન હોય આશાની થી ગુજરાતમાં દેશી બનાવટના હથિયારો ઘુસાડતા હતા.