Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ૪ દિવસમાં બે હત્યાના બનાવો, હત્યાની ઘટના સી.સી.ટી.વી.માં કેદ

રાજકોટ : ૪ દિવસમાં બે હત્યાના બનાવો, હત્યાની ઘટના સી.સી.ટી.વી.માં કેદ
X

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે ત્યારે શહેરમાં પાંચ દિવસમાં હત્યાનો બીજો બનાવ પોલીસ ચોપડે નોંધાતા કાયદો વ્યવસ્થાના ચીથરા ઉડી ગયા છે. ચા પીવા મિત્રો સાથે રિક્ષામાં આવેલા ભગવતિપરાના યુવકને સરાજાહેર છરીનો એક જ ઘા ઝીકી ત્રણ શખ્સો મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી કેટરર્સમાં કામ કરતી યુવતી સાથે આરોપીના ભાઈને ફ્રેન્ડશીપ હોય તેના વિષે મૃતક ખરાબ બોલ્યો હોય અને તે અંગે દોઢ મહિના પૂર્વે થયેલા ડખ્ખાનો ખાર રાખી આ યુવકની હત્યા નિપજાવી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી લઇ નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી હતી.

શહેરના ભગવતીપરામાં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડીએ કારના શોરૂમમાં કામ કરતા યુસુફભાઇ જમાલભાઈ જુણેજા નામના સંધિ આધેડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભગવતિપરાના સાજીદ રાજાકભાઈ ભટ્ટી, મુસ્તાક રાજાકભાઈ ભટ્ટી અને ઇમરાન ખાટકી સામે હત્યા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. એક દીકરી વિરમગામ અને એક દીકરી જંગલેશ્વરમાં સાસરે છે ગત સાંજે પાંચેક વાગ્યે નોકરીએ હતા. ત્યારે અમારા વિસ્તારમાં રહેતા રીફભાઇ જુણાચનો ફોન આવ્યો હતો અને તારા દીકરા રજાકને છરી લાગી ગઈ છે તું દવાખાને આવ તેવું કહેતા તેઓ નવાગામ આવાસ યોજનામાંથી પત્ની રુબીનાને લઈને સિવિલ હોસ્પિટલે ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા ત્યાં રજાક લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને ડોકટરે તેને મરણ જાહેર કર્યો હતો તેનો મૃતદેહ પીએમ અર્થે લઇ જતા ત્યાં જોતા ખભાના ભાગે એક ઘા તથા અંગુઠો અર્ધ કપાયેલો જોવા મળ્યો હતો.

આ બનાવ અંગે સાથે રહેલા મિત્રોને પૂછતાં એવું જાણવા મળ્યું હતું કે રજાક જે જુના ભંગારનો ધંધો કરે છે તે તથા આરીફ જુણાચ, શાહરુખ ઇશાકભાઈ સાંધ ત્રણેય ચા પીવા માટે અરીફની રિક્ષામાં ત્રિકોણ બાંગ પાસે આવ્યા હતા ગેલેક્સી હોટલ પાસે ઉભા હતા ત્યારે 6245 નંબરની રિક્ષામાં ત્રણેય આરોપીઓ સાજીદ, મુસ્તાક અને ઇમરાન આવ્યા હતા અને રજાક સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યા હતા. ઇમરાન અને મુસ્તાકે રજાકને પકડી રાખી સાજીદે નેફામાંથી છરી કાઢી રજાકને વાસાના ભાગે એક ઘા ઝીકી દીધો હતો અને મુસ્તાકે રિક્ષાની કંઈક કાઢી રજાકને મારી દીધી હતી. બીજો ઘા મારવા જતા આડો હાથ નાખતા રજાકનો અંગુઠો અર્ધો કપાઈ ગયો હતો. ત્યારે જ શાહરુખ તાવીથો લઈને વચ્ચે પડવા જતા ત્રણેય શખ્સો શાહરુખ પાછળ દોડ્યા હતા અને તને પણ મારી નાખવો છે વચ્ચે કેમ પડ્યો મારી નાખીશ તેમ કહી દોડતા શાહરુખ ભાગી ગયો હતો અને આરીફ રજાકને હોસ્પિટલે લઇ ગયો હતો

જો શાહરુખ ભાગ્યો ન હોત તો બેવડી હત્યાનો બનાવ બનતા કોઈ રોકી શક્યું ન હોત સરાજાહેર રસ્તામાં, વાહનોની અવરજવર વચ્ચે ત્રણેય આરોપીઓએ ઝનૂનપૂર્વક યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ મિત્રને પણ મારવા દોડ્યા હતા પરંતુ બેવડી હત્યાનો બનાવ બનતા સહેજમાં અટક્યો હતો.આ ઘટનાને પગલે એ ડિવિઝન પીઆઇ એન કે જાડેજા, ડીસીબી પીઆઇ એચ એમ ગઢવી, પીએસઆઇ ધાંધલ્યા, પીએસઆઇ ધાખડા, પીએસઆઇ સોનારા સહિતનો કાફલો દોડી ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ સાજીદ ભટ્ટી અને મુસ્તાક ભટ્ટીને દબોચી લીધા હતા. બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાના પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. એ ડિવિઝન પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા તથા હત્યામાં વપરાયેલ છરી સહિતના પુરાવાઓ એકત્ર કરવા અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મૂળ સાવરકુંડલાનો અને હાલ રાજકોટના ભગવતીપરામાં રહેતા મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીએ શાહરુખ ઇશાકભાઈ સાંધ સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેનો ભાઈ સાજીદને જે કેટરર્સમાં કામ કરતી હોય કરીના નામની યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય અને તેના વિષે રજાક ખરાબ બોલ્યો હોય જેથી આ અંગે દોઢ બે મહિના પૂર્વે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મારા ભાઈ સાજીદને માર પણ માર્યો હતો જેનો ખાર રાખી આજે બધા ભેગા થઇ જતા ઝઘડો થયો હતો અને રજાક સાથે આવેલા શાહરૂખે ચા હલાવવાનો લોંખડનો તાવીથો માર્યો હતો જેથી ઇજા થઇ હતી

ગેલેક્સી હોટલ પાસે સમી સાંજે બનેલો હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો નજીકમાં આવેલ પાનની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી ત્રણેય આરોપીઓ માર મારતા મારતા છેક રોડ સુધી લઇ ગયા હતા અને જેને લીધે વાહનચાલકોમાં પણ ભય પ્રસરી ગયો હતો.

Next Story
Share it