New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170904-WA0003.jpg)
રાજપારડીમાં અવાવરું જગ્યા માંથી એક યુવકનો મૃતદેહ વિકૃત અવસ્થામાં મળી આવ્યો હતો.અને પોલીસ દ્વારા ઘટના અંગેની જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતેની અવાવરું જગ્યામાં એક યુવાનનો મૃતદેહ હોવા અંગેની જાણ લોકોને થઇ હતી.અને પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
વિકૃત અવસ્થામાં મળેલો મૃતદેહ સત્તાર શા હબીબ શા દીવાન નામનાં યુવકનો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ,અને સત્તારની હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે.
રાજપારડી પોલીસ દ્વારા સત્તારની હત્યા અંગેનાં રહસ્યનું કોકડું ઉકેલવા માટેના પ્રયાસો શરુ કર્યા છે.
Related Articles
Latest Stories