નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે આજે રાજપીપલા મુખ્ય મથકે છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ખાતે નાંદોદ તાલુકાની તાલુકા કક્ષાની યોજાયેલી કબડ્ડી સ્પર્ધાનો ટોસ ઉછાળીને પ્રારંભ કરાવ્યો હતો. આજની આ સ્પર્ધામાં ભાઇઓ-બહેનોની ૧૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

જિલ્લા કલેક્ટર પટેલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઇ રહેલાં ખેલાડીઓને રમત-ગમતના ફાયદા સમજાવી અને રમત ગમત પ્રત્યેનો તેમનો પોતાનો અભિગમ રજૂ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જિલ્લાના ખેલાડીઓને તેમનામાં રહેલી સુશુપ્ત શક્તિઓને ખેલ મહાકુંભના માધ્યમથી બહાર લાવવા અને તેના થકી નર્મદા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન થાય તે દિશામાં સૌને કટિબધ્ધ થવાની તેમણે હિમાયત કરી હતી.આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી પી.એ. હાથલીયા, કોલેજના પ્રાચાર્ય કે.જે. ગોહિલ અને સિનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા તેમજ કબડ્ડી સ્પર્ધાના સ્પર્ધક ખેલાડીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here