New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/2015_10largeimg201_Oct_2015_195830253.jpg)
રાજયની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિઘાર્થીઓને વધુ પોષણયુકત ખોરાક મળી ૨હે તે માટે શિક્ષણ વિભાગે નિયત સમયે પૌષ્ટિક નાસ્તો ૫ણ આ૫વાનો નિર્ણય કર્યો છે.
ભોજનમાં થે૫લા, સૂકી ભાજી, વેજિટેબલ ખીચડી, દૂધી - ચણાનું શાક, દાળઢોકળી, વેજિટેબલ પુલાવ, મુઠિયા વગેરેનો પ્રથમ ભોજનમાં સમાવેશ કરાયો છે. જયારે નાસ્તામાં ચણા - ચાટ, સુખડી, મુઠીયા, મિકસ દાળ અને કઠોળ વિદ્યાર્થીઓને પીરસવામાં આવશે.