/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/swine-flu.jpg)
રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત રહ્યો છે ,એક જ દિવસમાં 17 દર્દીઓનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં સ્વાઈન ફલૂને અંકુશમાં રાખવાનાં પ્રયત્નો સામે રવિવારનાં રોજ વધુ 17 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.અને આ સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લુનો મૃત્યુઆંક 272 પર પહોંચ્યો છે.સ્વાઈન ફલૂનાં વધતા કહેર થી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
જાણવા મળ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 234 વ્યક્તિને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે.હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જુદાજુદા જિલ્લાઓમાં સ્વાઈન ફલૂની સારવાર મેળવતા 17 દર્દીનાં મોત નિપજ્યા હતા,જેમાં અમદાવાદમાં 4,વડોદરામાં 4,રાજકોટમાં 2, સહિત અન્ય જિલ્લાઓમાં મૃત્યુ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પુનઃ વરસાદી માહોલ સર્જાયો છે.જેના કારણે લોકોમાં સ્વાઈન ફલૂનો વધુ ડર જોવા મળી રહયો છે.