/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Untitled-1-copy-1.jpg)
રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તેજના સભર માહોલમાં 176 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને સાંજે 5 કલાકથી મતગણતરી શરુ થશે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે સવારે 9 કલાકે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી. અને 176 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા ભર્યા જંગનું પરિણામ સાંજે જાહેર થશે, કોંગ્રેસના બાપુ જુથના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડયું છે, ત્યારે સાંજે પરિણામ જાહેર થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે જોવુ રહ્યુ કે ભાજપનો સંઘ કાશીએ પહોંચશે કે પછી અહમદ પટેલ અગ્નિ પરીક્ષામાં ઉત્તિર્ણ થશે.