Top
Connect Gujarat

રાજ્યસભામાં પરાજય બાદ બળવંતસિંહ રાજપૂતે હાઇકોર્ટમાં કરી પિટિશન

રાજ્યસભામાં પરાજય બાદ બળવંતસિંહ રાજપૂતે હાઇકોર્ટમાં કરી પિટિશન
X

રાજ્યસભાની ચૂંટણીમાં બે ધારાસભ્યોનાં મત રદ કરવાનાં મુદ્દે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ લીધેલો નિર્ણય ખોટો હોવાનું જણાવીને બળવંતસિંહ રાજપૂતે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં ઉમેદવારી કરનાર બળવંતસિંહ રાજપૂતનો રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો, જોકે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બે ધારાસભ્યોનાં મત રદ કરતા તેઓનો પરાજય થયો હોવાનું કહેવાય છે.

બળવંતસિંહે હવે હાઇકોર્ટમાં આ અંગે ઘા કર્યો છે, અને જણાવ્યુ છે કે કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લુરુ લઇ જવાની ઘટનાને ભ્રષ્ટ આચરણ ગણાવ્યું હતુ. અને જે માટે અહમદ પટેલને મળેલી જીત રદ થવી જોઈએ અને તેઓને 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ.

બળવંતસિંહની પિટિશન પર સોમવારનાં રોજ હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે.

Next Story
Share it