રાજ્ય સભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી એ રાહુલ ગાંધી અને કેજરીવાલ પર કરી કટાક્ષ

New Update
રાજ્ય સભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી એ રાહુલ ગાંધી અને કેજરીવાલ પર કરી કટાક્ષ

જૈન આચાર્ય સાથે સ્વામીએ કરી વડોદરામાં મુલાકાત

રાજ્ય સભા ના સાંસદ અને ભાજપ ના વરિષ્ઠ નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામી તારીખ 25મી ના રોજ વડોદરા ની મુલાકાતે આવ્યા હતા.અને જૈન આચાર્ય ને પણ મળ્યા હતા.

સ્વામી એ પ.પૂ.જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વડોદરામાં ટૂંકી પણ યાદગાર મુલાકાત કરી હતી,આ પ્રસંગે તેઓએ જાણીતા અખબારને જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી નું કોઈજ રાજકીય ભવિષ્ય નથી.જયારે હાર્દિક પટેલ અને કેજરીવાલ માત્ર એકજ દિવસ ના રુસ્તમ હોવાની કટાક્ષ પણ તેઓએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાના તેજાબી વક્તવ્ય થી જાણીતા છે અને પોતાના વિરોધીઓ અંગે ટિપ્પણી કરવાનું તેઓ ક્યારે પણ ચુકતા નથી.