New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/toll-759.jpg)
રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ એપ્રિલ મહિનાથી ટોલ ટેક્ષમાં વધુ નાણાં ચૂકવવા પડશે, કારણકે એપ્રિલ મહિના થી ટોલ ટેક્ષમાં વધારો કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
જાણવા મળ્યા મુજબ એપ્રિલ મહિના થી દેશભરમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોએ 2 થી 3 ટકા સુધીનો વધુ ટોલ ટેક્ષ ચુકવવો પડશે.આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટીએ તમામ ટોલ પ્લાઝાને આદેશો કર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
ટોલ ટેક્ષના રેટ વધ્યા બાદ કોમર્શિયલ થી લઈને સામાન્ય વાહન ચાલકોએ 5 થી 10 રૂપિયા વધારાનો ટેક્ષ ચુકવવો પડશે.