Connect Gujarat

રાહુલ ગાંધી પંજાબમાં ત્રિ-દિવસીય ચૂંટણી પ્રચાર કરશે

રાહુલ ગાંધી પંજાબમાં ત્રિ-દિવસીય ચૂંટણી પ્રચાર કરશે
X

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલગાંધી પંજાબમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંગે તારીખ 27 જાન્યુઆરીથી માંડીને 3 દિવસ સુધી પ્રચાર કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી મજીઠીયા, લાંબી જેવા ક્ષેત્રોમાં સભાને સંબોધિત કરશે.

આગામી 4 ફેબ્રુઆરીના રોજ પંજાબ અને ગોવામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે રાહુલ ગાંધી પંજાબમાં પ્રચાર કરશે તેમજ 30 જાન્યુઆરીએ ગોવા જશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી પંજાબમાં ચૂંટણી જીતી શકી નથી તેમજ ચૂંટણીનું પરિણામ 11 માર્ચના રોજ બહાર પાડવામાં આવશે.

Next Story
Share it