New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/new1-11.jpg)
19 વરસ પછી ફરી રૃપેરી પડદે શાહરૃખ ખાન,કાજોલ અને રાણી મુખર્જીની ત્રિપુટી જોવા મળશે. આનંદ એલ રાય પોતાની આગામી ફિલ્મમાં શાહરૃખ સાથે કાજોલ અને રાણી લેવાનો વિચાર કર્યો છે.
આનંદ એલ રાયની ફિલ્મમાં કિંગ ખાન વામનનો રોલ કરી રહ્યો છે. દિગ્દર્શક શાહરૃખને ફરી કાજોલ અને રાણીને સાથે લેવાનો પ્રયાસ કરશે. જો આમ થશે તો આ ત્રિપુટી 19 વરસ બાદ રૃપેરી પડદે ફરી સાથે જોવા મળશે.
જોકે આ ફિલ્મમાં કાજોલ અને રાણીની વિશેષ ભૂમિકાઓ હશે. રાણી અને કાજોલ સિવાય આ ફિલ્મમાં કરિશ્મા કપૂર, શ્રીદેવી, આલિયા ભટ્ટ પણ ખાસ પાત્રમાં જોવા મળશે. કેટરિના કૈફ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે.