રોકડ વ્યવહારનું કેશલેસ ટ્રાન્જેક્શન

New Update
રોકડ વ્યવહારનું કેશલેસ ટ્રાન્જેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તારીખ 8મી ની રાત્રે ભારત ના ચલણ માંથી રૂપિયા 500 અને 1000 ની ચલણી નોટો ને રદબાતલ કરી દીધી હતી, ત્યારથી રોજ નવી સવાર થાય અને લોકો બેંકોની લાઈનમાં જુની કરન્સી બદલવા માટે ઉભા હોય છે.

કલાકો સુધી રાહ જોયા બાદ ગ્રાહકો ને બેંક માંથી નાણાં મેળવતા લોકો રાહત નો શ્વાસ લઇ રહ્યા છે. જોકે કરન્સીની આ મથામણમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઓ ખરીદવા પાછળ જ આ કેશ નો ખર્ચ થઇ રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

રૂપિયા 500 અને 1000 ની નોટો બંધ થયા બાદ સર્જાયેલી પરિસ્થિતિ માં પણ હવે ઓનલાઇન કે કેશલેસ ટ્રાન્જેકશન કરતા લોકો ચિંતા મુક્ત દેખાય રહ્યા છે. કેમ કે ટેલિફોન બિલ, ગેસ બિલ, વીજ બિલ, પેટ્રોલ - ડીઝલ, સહિત ની જરૂરિયાત હોય કે પછી દુકાન માંથી ખરીદી માં સ્માર્ટ યૂઝર્સો હવે ઓન લાઈન પેમેન્ટ ટ્રાન્જેક્શન તરફ વળ્યા છે.

વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને પણ હવે મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ સહિતના વિકલ્પો તરફ પણ લોકો આગળ વધી રહયા છે. જે સ્થિતિ ના અનુકરણ મુજબ ભારત સરકાર આવનાર સમયમાં દરેક ક્ષેત્રે કેશલેસ ટ્રાન્જેક્શન ને વધુમાં વધુ વિકસાવે એવી પરિસ્થતિનું નિર્માણ થાય તેવા સ્પષ્ટ સંકેત દેખાય રહ્યાં છે.

ડિજીટલ ઇન્ડિયાની કલ્પના ને વાસ્તવિકતામાં પરિણમવા માટે કાળુ નાણું નાબુદી અભિયાન સાથે લોકોને ખરીદી પણ બિલ સાથે જ કરવા માટે ફરજ પાડવામાં આવે તો નવાઈ નહિ.

વિદેશ ની સરખામણી, માં હજી ભારત માં ડિજીટલ ટ્રાન્જેક્શન પાપા પગલી ભરી રહ્યું છે ત્યારે ધીમે પગલે પણ હવે વધુમાં વધુ લોકો આંગળીના ઇસારે જરૂરી પેમેન્ટ કરતા થઇ જશે જેમાં કોઈ બે મત નથી. અને પારદર્શક,ચોખ્ખો અને સ્પષ્ટ વ્યવહાર થી પણ ખોટા કેશ ટ્રાન્જેક્શનમાં ઘટાડો થાય તેવી શક્યતા ઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.