લાઠી: પર્યાવરણ અને પાણી બચાવવામાં શેખ પીપરીયા અવ્વલ

New Update
લાઠી: પર્યાવરણ અને પાણી બચાવવામાં શેખ પીપરીયા અવ્વલ

સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું શેખપીપરિયા ગામ. ૩ હજાર વૃક્ષોના વાવેતર સાથે ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ૧૭ - ૧૭ તળાવડાઓ ચોમાસાના પ્રથમ વરસાદમાંજ ભરીને જળહરિતક્રાંત્રી શેખપીપળીયા ગામે સરજી છે.

ગામમાં એન્ટર થતાજ ચારો તરફ વૃક્ષોની લીલીછમ વેલી એટલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું શેખપીપરિયા ગામ. પાંચ હજારની વસ્તી ધરાવતા શેખપીપરિયા ગામે જળક્રાંતિ સર્જીને અન્ય ગામડાઓને પ્રેરણા આપતું ગામ બન્યું છે. ખુબજ ટૂંકા સમયમાં ૩ હજાર વૃક્ષોનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરીને પર્યાવરણને બચાવવા વૃક્ષોના વાવેતર કરીને આખુ શેખપીપરિયા ગામ લીલુછમ બનાવી દીધું છે.સાથે ચોમાસાનું પાણી વેસ્ટ વહી ન જાય માટે ૧૭ જેટલા નાના ચેકડેમ તળાવો બનાવીને જળહરિતક્રાંતિ નું નિર્માણ કર્યુ છે.

ગામના યુવાધનથી લઈને મજૂરો,ખેડૂતોના શ્રમદાન સાથે શેખપીપરિયાના સખીદાતાઓના ઉદાર દાન અને સરકારના સુજલામ સુફલામ યોજનાને ખરા અર્થમાં સાર્થક કરી ચોમાસાના પ્રથમ વરસાદે ૧૭ જેટલા નાના મોટા તળાવો પાણીથી ભરાઈ ગયા છે.તળાવમાં ભરાયેલ જળ સંગ્રહને કારણે ખેડૂતોના કુવાના તળ ૪૦ થી ૫૦ ફૂટે આવી જતા બારેમાસ ખેતી કરી શકે તેવા સમીકરણો સાકાર થતા ખેડૂતો પણ ખુશખુશાલ છે.

ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા જળહરિતક્રાંતિ શેખપીપરિયામા જોવા મળી છે.તો ૩ હજાર વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાનો સ સંકલ્પ સાકાર કરવાની ખુશી શેખપીપરિયાના સરપંચ વ્યક્ત કરી રહ્યા છે.