વડાપ્રધાનનો  અવાજ ફિલ્મમાં સાંભળવા મળશે 

New Update
વડાપ્રધાનનો  અવાજ ફિલ્મમાં સાંભળવા મળશે 

હોલિવૂડની ફિલ્મોનાં હિન્દી વર્ઝનમાં ટોચના કલાકારો પોતાનો કંઠ ઊછીનો આપતા હોય છે પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કંઠ તમને કોઇ ડોક્યુમેન્ટરીમાં સાંભળવા મળી શકે છે.

આ અંગે તપાસ કરતા મળેલી માહિતી મુજબ દસ્તાવેજી ફિલ્મો બનાવનારા ફિલ્મ સર્જક રામકુમાર શેડગેની કંપની વડાપ્રધાનના બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર અંગે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે. એ માટે તેમણે વડાપ્રધાનના કાર્યાલયનો સંપર્ક સાધીને વડાપ્રધાનના કંઠની માંગણી કરી હતી.

આમ તો વડાપ્રધાનનું શિડયુલ ખૂબ ટાઇટ હોય છે એટલે પીએમઓએ તરત જવાબ આપ્યો નહોતુ પરંતુ આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ વડાપ્રધાનનાં અત્યાર સુધીના મન કી બાત પ્રવચનો માંથી કેટલોક હિસ્સો શેડગેની ફિલ્મમાં વાપરવાની પરવાનગી પીએમઓએ આપી હતી.