વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે માતાનાં આશીર્વાદ લેશે

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે માતાનાં આશીર્વાદ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાતમાં આવશે અને માતા હિરાબાને મળીને આશીર્વાદ મેળવશે.

જાણવા મળ્યા મુજબ તારીખ 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને તે દિવસે પીએમ મોદી ગાંધીનગર મુલાકાતે આવી રહ્યા છે. અને આ પ્રસંગે તેઓ માતા હીરાબાનાં આશીર્વાદ મેળવીને દિવસની શુભ શરૂઆત કરશે.

વધુમાં વડાપ્રધાન મોદી નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. છેલ્લે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા અને પાટણમાં આવેલા પૂર વખતે ગુજરાતની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદી આગામી 15 સપ્ટેમ્બરે મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેનનું જાપાની વડાપ્રધાનની હાજરીમાં ખાતમુહૂર્ત કરે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.