/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Du6SAipWwAA33Fj.jpg)
નર્મદાના સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. તેઓ પોણા આઠ વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું.
અહીંથી વડાપ્રધાનનો કાફલો કેવડીયા તરફ જવા રવાના થયા હતા. તેઓ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બાદમાં ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લેશે. ત્યાર બાદ તે ડીજી કોન્ફરન્સમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 મિનિટ એરપોર્ટ પર રોકાણ બાદ હેલિકોપ્ટર દ્વારા થશે કેવડિયા જવા રવાના થયાં હતાં. તેઓ 8:30 વાગ્યે કેવડિયા લોકોની પહોંચી ગયાં હતાં.
20 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કુદરતનાં રમણીય નજારા એવા કેવડીયા કોલીમાં આવેલી ટેન્ટ સિટીમાં આયોજિત કરવામાં આવી છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કરશે. પોલીસિંગની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય તે અંગે ચર્ચા કરશે. કોન્ફરન્સમાં DG, ADGP અને AGP આવી પહોંચ્યા છે. ટેન્ટ-2 સિટી ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
સેન્ટ્રલ અને સ્ટેટ IB,ગુજરાત ATS અને અન્ય એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આંતકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર મનોમંથન કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેનાં પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મુકવા માટે દિશાસૂચન કરવામાં આવશે.
ટેંટ સીટીથી પીએમ મોદી DG કોન્ફરન્સ સ્થાને જઇને લોકોને સંબોધિત કરશે. બીજા દિવસે શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 સુધી તેઓ ત્યાં હાજરી આપશે. પીએમ શનિવારે સવારે 9.15થી 3.30 સુધી DG કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 3.45 વાગે કેવડિયા હેલિપેડ જવા રવાના થશે. ત્યારબાદ 4.50 કલાકે PM ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે. અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે. અને છેલ્લે સાંજે 6.55 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
આજે સવારે 6.20 વાગે દિલ્હી થી વડોદરા આવશે
7.50 વાગે વડોદરા વિમાનમાંથી ઉતરશે
7.55 વાગે વડોદરા થી કેવડિયા હેલિકોપ્ટર દ્વારા જવા રવાના
8.30 વાગે કેવડિયા હેલિપેડ પર આગમન
8.40 વાગે ટેન્ટ સીટી જશે
8.40 થી 9.10 વાગ્યા સુધી રિઝવર્ડ
9.15 થી 9.30ઓલ ઇન્ડિયા DG P કોન્ફરન્સ ભાગ લેશે
9.35 થી વાગ્યા સુધી રિઝવર્ડ ટેન્ટ સીટી
22 ડિસેમ્બર 2018 નો કાર્યક્રમ
9.15 થી 3.30 વાગ્યા સુધી DGP કોન્ફરન્સ
3.45 કલાકે કેવડિયા હેલિપેડ થી ગાંધીનગર જવા રવાના
4.50 વાગે ગાંધીનગર પહોંચશે
5.00 થી 6.30 bjp મહિલા સંમેલન માં હાજરી
6.55 અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના
8.30 વાગે દિલ્હી ઉતરાણ