/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG-20181207-WA0047.jpg)
પોલીસે તમની પાસેથી કુલ રૂપિયા11,340 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથકના કેલનપુર આઉટ પોસ્ટની હદમાં આવેલા કપુરાઇ ગામના સ્મશાન સામેની બાવળની ઝાડીમાંથી પોલીસે છાપો મારી જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વરણામા પોલીસ મથકના પોલિસ કર્મીઓને બાતમી મળી હતી કે, કપુરાઇ ગામના સ્મશાન સામે બાવળની ઝાડીમાં અમુક ઇસમો કુંડાળુ વળી જુગાર રમી રહ્યા છે.
મળેલી બાતમીવાળી જગ્યાએ પોલીસે કોર્ડન કરી છાપો મારતા જુગારીઓ ભાગવા લાગતા તેઓનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા છ ઇસમો ઝડપાઇ ગયા હતા. તેઓના નામ પુછતાં (૧) પ્રફુલ્લ રમેશ સોલંકી, (૨) સાગર બંસી રાઠોડીયા ,(૩) કાલિદાસ ઉર્ફે કાલુ રોહિત રાઠોડિયા , (૪) કિરણ ભગુ માળી, (૫) પંકજ કાલિદાસ વાઘેલા, (૬) અર્જુન બકોર રાઠોડ તમામ રહે. વડોદરા નાઓને ઝડપી પાડ્યા હતા. તેમની અંગઝડતીના રૂપિયા છ હજાર, દાવ ઉપરના રોકડા ૫,૩૪૦ મળી કુલ રૂપિયા ૧૧,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.