/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/0f4208df-3b29-4529-b756-4bc162e47b01.jpg)
ભારત સરકારનાં રાજ્યકક્ષાનાં ન્યાયમંત્રી પી પી ચૌધરી વડોદરાનાં મહેમાન બન્યા હતા. અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લીધી હતો.
આ મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાનાં ન્યાયમંત્રી પી પી ચૌધરીએ વડોદરાની એક દિવસની મુલાકત દરમિયાન સ્વચ્છતા અભિયાન, મન કી બાત તેમજ યુવાઓને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવા સહિતનાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરામાં સ્વચ્છતા અભિયાનમાં પીપી ચૌધરીએ ભાગ લીધો હતો તેમજ કચરો સાફ કરીને ઉપાડીને ગાડીમાં નાખ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર તેમજ ધારાસભ્યો જોડાયા હતા.
વડોદરા દર્શનની બસમાં બેસીને વિવિધ વિસ્તારોની તેઓએ મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે પી પી ચૌધરીએ સ્વચ્છતા અભિયાનને 75 વર્ષ પહેલા શરૂ થયેલા આઝાદીનાં આંદોલન સાથે સરખાવ્યું હતુ, અને પાંચ વર્ષનાં ગાળામાં પરિસ્થિતિમાં મોટો ફરક પડશે તેમ જણાવ્યુ હતુ.ઉપરાંત સાયબર લો તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં જુના કાયદાને બદલી નવા કાયદાને લાવવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જણાવ્યું હતુ.
ન્યાય ખાતાનાં રાજ્યકક્ષાના કેન્દ્રિય મંત્રીએ વડોદરાની એમ એસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં યુવા વિદ્યાર્થીઓ સાથે બેસીને વડાપ્રધાન પીએમ મોદીની મન કી બાતમાં દેશની જનતાને અને યુવાઓને કરેલુ સંબોધન સાંભળ્યું હતુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાઓને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતુ. દેશનાં 65 ટકા યુવાનો એ વડાપ્રધાનનાં કલ્પનાનાં ભારતને મૂર્તિમંત્ર કરવા માટે જોડાઈ જવાનું જણાવ્યુ હતુ અને તેમના માં રહેલી ક્ષમતા પ્રમાણે દેશનાં વિકાસમાં યોગદાન આપવાનું જણાવ્યુ હતુ.