New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170904-WA0008.jpg)
વડોદરાનાં વાડી વિસ્તાર માંથી જૂન મહિનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો નહોતો, જોકે બારડોલી ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પદમલા ગામની સીમ માંથી રૂપિયા દસ લાખથી વધુ કિંમત નો વિદેશી દારૂનો જથ્થો તા. 27/06/2017નાં રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. અને બુટલેગર જુબેર સફીભાઇ મેમણ રહે, વાડી, વડોદરાનાઓ ફરાર થઇ ગયો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમીને આધારે પોલીસે બારડોલી ખાતે આવેલ મલીનો સિનેમા થીયેટર પર થી બારડોલી પોલીસની મદદ લઈને ઝડપી લીધો હતો.
જુબેર મેમણ અગાઉ રાજ્યભરમાં ચોરી, વિદેશી દારૂ સહિતનાં ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસ જાણાવી રહી છે.