વડોદરા : ટયુશન કલાસ સંચાલકે સ્વીચબોર્ડ પર લખ્યું ફાયનાન્સ પ્રોબ્લેમ પછી શું થયું વાંચો આ સમાચાર

આર્થિક સંકડામણથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી
વડોદરાના
ગોત્રી રોડ પર આવેલી દર્શનમ રેવન્તા સોસાયટીમાં ટ્યુશન ક્લાસ ચલાવતા યુવાને ફાંસો
ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલાં તેણે રૂમના સ્વીચબોર્ડ પર લખ્યું હતું 'ફાયનાન્સ પ્રોબ્લમ' . સ્વીચબોર્ડ પરના લખાણ ઉપરથી યુવાને
આર્થિક સંકડામણના કારણે અંતિમ પગલું ભર્યું હોય તેમ લાગી રહયું છે.
વડોદરા
શહેરના ગોત્રી રોડ પર આવેલી દર્શનમ રેવન્તા સોસાયટીમાં 45 વર્ષીય દેવીપ્રસાદ રામકૃષ્ણ પાંડે તેમના પત્ની વર્ષાબેન અને માતા સુનિતાબેન સાથે
રહેતા હતા. તેઓ ટ્યુશન ક્લાસ ચલાવીને ગુજરાન ચલાવતા હતા. ગુરૂવારે રાત્રે પત્ની
વર્ષાબેન નોકરી પર ગયા હતાં જયારે માતા સુનિતાબેન કામથી બહાર ગયા હતા. તે
સમયે રાત્રે 8 વાગ્યાની
આસપાસ દેવપ્રસાદે પોતાના મકાનના પહેલા માળે પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઇ લીધો
હતો.દેવીપ્રસાદે આપઘાત પહેલા ઘરના ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ ઉપર 'ફાયનાન્સ પ્રોબ્લમ' લખ્યું હતું. જેથી આર્થિક ભીંસના કારણે
આપઘાત કર્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. ગોત્રી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.