/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/vlcsnap-2018-12-20-21h20m52s858.png)
વડોદરા મહાનગર સેવાસદનના સ્થાયિ સમિતીના ચેરમેને નવાપુરા વિસ્તારમાં ચાલી રહેલા ડ્રેનેજ લાઇનના સ્થળે દરોડો પાડી હલકી કક્ષાની વાપરવામાં આવી રહેલી પાઇપોનું કૌંભાડ ઝડપી પાડ્યું હતું. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રજાલક્ષી કામોમાં આચરવામાં આવતા કૌંભાડનો પર્દાફાશ થતાં કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો હતો.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોર્પોરેશનના માન્ય ઇજારદાર એમ.એસ. કેન્સલન્ટન્ટને નવાપુરા વિસ્તારમાં રૂપિયા 13 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ આપવામાં આવ્યું હતું.
સ્થાયિ સમિતીના ચેરમેન સતિષ પટેલને નવાપુરામાં ચાલતા ડ્રેનેજ લાઇનના કામમાં ગેરરીતી થઇ રહી હોવાની મળી હતી. જે માહિતીના આધારે આજે દરોડો પાડ્યો હતો.
કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરના નિયમ મુજબ 450 એમ.એમ. ડાયામીટરની પાઇપ નાંખવાની હતી. જેના બદલે તે 300 એમ.એમ. ડાયામીટરની પાઇપ નાંખી રહ્યો હતો.
નાની પાઇપો નાંખીને મોટી પાઇપોનું બિલ પાસ કરાવવાનો ભાંડો ફૂટ્યો.
કોર્પોરેશનના અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત.
આ કોન્ટ્રાક્ટરના શહેરમાં અન્ય બે સ્થળે કામગીરી ચાલી રહી છે. તેમાં પણ ગેરરીતી આચરી હોવાની વિગતો સપાટી ઉપર આવી.
સ્થાયિ સમિતીના ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે, નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ ચાલે છે. આ કામગીરીમાં ગેરરીતી થઇ રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્થળ પર તપાસ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રહ્યો હોવાનું જણાઇ આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.