વડોદરા : ફેસબુકના માધ્યમથી પ્રેમ કર્યો અને લગ્ન કરી લીધા પછી ફુટયો ભાંડો

New Update
વડોદરા : ફેસબુકના માધ્યમથી પ્રેમ કર્યો અને લગ્ન કરી લીધા પછી ફુટયો ભાંડો

ફેસબુક ઉપર બંન્ને જણાંએ પોતે મોટી હસ્તી હોવાનો માહોલ ઉભો કર્યો

પરિણીતાની કસ્ટડી તેના પતિ અને સાસરીયાઓને સોંપવામાં આવી

સોશ્યલ મિડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા પંજાબ મોહાલીના ટ્રક ડ્રાઈવર સાથે લવ મેરેજ કરનાર ગાજરાવાડી વિસ્તારની એક પરિણીતાને વડોદરા સાયબર ક્રાઈમ સેલ મોહાલી જઈને લઈ આવી છે. પ્રેમી ભુગર્ભમાં ઉતરી ગયો હોવાથી તેની ધરપકડ બાકી છે. પરંતુ પરિણીતાની કસ્ટડી તેના પતિ અને સાસરીયાઓને સોંપવામાં આવી છે.

સાયબર ક્રાઈમના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, લવ સ્ટોરીમાં આ બંન્ને પાત્રો જયારે સોશ્યલ મિડિયા ઉપર સંપર્કમાં આવ્યા ત્યારે બંન્ને જણાંએ પોતે મોટી હસ્તી હોવાનો માહોલ ઉભો કર્યો હતો. પરિણીતાએ એવુ ચિત્ર બતાવ્યુ હતુ કે મારા પિતા ધારાસભ્ય છે. અને મોહાલાની અપરિણીત યુવકે એવી ડંફાસો હાંકી કે અમે કાશ્મીરના જાગીરદાર છે અમારી સફરજનની ખેતી છે.

અંતે હકિકત સાવ જુદી નીકળી હતી. બંન્ને લોવર મિડલ ક્લાસના હતા. પરિણીતાની આ હરકતોની તેના પતિને ગંધ આવી ગઈ હતી. થોડાક દિવસ પહેલા આ પરિણીતા ઘર છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરિણીતાના પતિએ મોહાલીના પ્રેમી સંદીપસિંઘ કર્નલસિંઘ સામે અપહરણની ફરીયાદ નોંધી હતી.

આ કેસની તપાસ સાયબર સેલ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી લીધી હતી. પી.એસ.આઈ. ગોહીલ ટીમ સાથે તપાસમાં મોહાલી ગયા હતા. પરિણીતાએ પ્રથમ લગ્ન છુપાવીને પ્રેમી સાથે ત્યાં રજિસ્ટર મેરેજ કરી લીધા હતા અને ધામધુમથી રિસેપ્શન કર્યુ હતુ. તેવી વિગતો સ્થાનીકો તરફથી તેઓને જાણવા મળી હતી. પોલીસની એન્ટ્રી પહેલા પ્રેમી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની ટીમ પરિણીતાને લઈને વડોદરા આવી હતી અને કસ્ટડી કુટુંબીજનોને સોંપી હતી.

Latest Stories