વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ આગામી એક મહિનામાં શરુ થશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

New Update
વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ આગામી એક મહિનામાં શરુ થશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ આગામી 1 માસમાં શરૂ થવાની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડોદરાની મુલાકાત દરમિયાન કરી હતી. આ એક્સપ્રેસ હાઈવે અંદાજીત 44000 કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

આ એક્સપ્રેસ હાઈવેથી વડોદરા મુંબઈ વચ્ચેનું અંતર અઢી થી ત્રણ કલાકમાં કાપી શકાશે. આ ઉપરાંત દેશભરમાં અન્ય 12 નેશનલ હાઈવે પણ બનાવી રહ્યા હોવાનું મંત્રી ગડકરીએ જણાવ્યુ હતુ.

નીતિન ગડકરીએ ગુજરાત સરકારને અનુરોધ કર્યો હતો કે, જીએસટીનું અમલીકરણ થઈ ગયું હોવાથી ગુજરાતના ચેકપોસ્ટ ઝડપથી દૂર કરવા જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે એક અભ્યાસ પ્રમાણે ચેકપોસ્ટને કારણે દેશને વર્ષે આશરે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.publive-imageકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરીએ વડોદરાના આધુનિક બસ પોર્ટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે વડોદરામાં બેઠક રાખવાનું મુખ્ય કારણ દેશભરના ટ્રાન્સપોર્ટ મંત્રીઓને આધુનિક બસ પોર્ટની મુલાકાત કરાવવાનો હેતુ હ્તો. તેમણે ઉપસ્થિત તમામ ટ્રાન્સપોર્ટ મંત્રીઓને આ પ્રકારના બસ પોર્ટ સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા માટે અનુરોધ કર્યો હતો.

વડોદરા ખાતે આયોજીત વાહનવ્યવહાર વિકાસ પરિષદની બેઠકમાં આશરે 18 રાજ્યોના મંત્રીઓ, વાહનવ્યવહાર સચિવો અને વાહનવ્યવહાર કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પહેલા તમામ મંત્રીઓએ વડોદરા આરટીઓ ખાતે આધુનિક ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક અને વડોદરા બસ પોર્ટની મુલાકાત લીધી હતી.