/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/fghfh.jpg)
ગુજરાતમાં દારૂબંધી હવે ફારસરૂપ સાબિત થઇ રહી હોય એમ લાગી રહ્યું છે. છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા લોકોના માનસ પર શંકાકુશંકાઓના વમળો સર્જી રહ્યા છે.દારૂબંધી માત્ર કાગળ પુરતી જ સીમિત રહી ગઇ હોય એમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા પોલીસ હાલોલ-વડોદરા રોડ પર પેટ્રોલિંગમાં હતી, જે સમય દરમિયાન વાઘોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડનેમળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે નર્મદા મેઇન કેનાલ પાસે વોચમાં હતા,ત્યારેદારૂ ભરેલી બાતમી વાળી ગાડી નંબર જીજે-૦૬-યુ-૪૯૩૧ આવતા ગાડીને કોર્ડન કરી રોકીને ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટની બોટલ નંગ ૩૮૪ કિંમત રૂપિયા૧,૫૭,૪૪૦તથા ટેમ્પો કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તેમજ દોરડુ કિંમત રૂપિયા ૫૦૦ સાથે કુલ મળીને રૂપિયા૩,૦૮,૯૪૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો,જ્યારે ટેમ્પો ચાલક ઘટના સ્થળે ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો. વાઘોડિયા પોલીસે ફરાર ટેમ્પો ચાલક વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.