Connect Gujarat
ગુજરાત

વડોદરા: વિધાર્થી મિત્ર ગ્રુપનો નવતર અભિગમ, રક્ષાબંધન નિમિત્તે આર્મીના જવાનોને મોકલશે રાખડી

વડોદરા: વિધાર્થી મિત્ર ગ્રુપનો નવતર અભિગમ, રક્ષાબંધન નિમિત્તે આર્મીના જવાનોને મોકલશે રાખડી
X

વડોદરાના વિધાર્થી મિત્ર ગ્રુપ દ્વારા સરહદે ફરજ બજાવતા આર્મીના જવાનોને રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડી મોકલવામા આવે છે. શાળાના શિક્ષકે શરૂ કરેલ અભિયાનમાં મોટી સંખ્યામાં તેમના ભુતપૂર્વ વિધાર્થીઓ જોડાયા. વિધાર્થીઓમાં આપણી સુરક્ષા કરતા જવાનો પ્રત્યે સન્માન જાગે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. વિવિધ શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ તેમની સાથે જોડાઈને જવાનોને રાખડી મોકલવાનો સિલસિલો તેમના વિધાર્થીઓએ યથાવત રાખ્યો છે.દેશની સરહદ પર આપણી રક્ષા કરતાં જવાનોને રક્ષાબંધનના દિવસે રાખડી મળે તેવી રીતે છેલ્લા પાંચ વર્ષમાં અગાઉથી રાખડી મોકલનાર વિધાર્થી મિત્ર ગ્રુપ દ્વારા તેમને હજારોની સંખ્યામાં મળેલ રાખડીઓને વિભાજિત કર્યા બાદ પૂજા કરીને રાખડીઓના અલગ અલગ પેકીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. યોગાનુયોગ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિવસ અને રક્ષાબંધનનુ પર્વ એક જ દિવસે આવી રહ્યું છે. અત્યાર સુધી દેશ-વિદેશથી અને ભારતભરમાંથી 12,000 જેટલી વિવિધ સંદેશાઓ સાથેની રાખડીઓ આવેલી છે. હજી ત્રણ દિવસ સુધી આવેલ રાખડીઓનો પણ તેમાં સમાવેશ કરીને તેને ભારતીય સરહદે દેશની રક્ષા કરતા જવાનો માટે સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે.

આ વર્ષે દુબઇ, યુએસએ, ઇંગ્લેન્ડ સહિત 12 દેશોમાં વસતા ભારતીય લોકોએ પણ રાખડીઓ મોકલી છે. જેને 15 જેટલા વોલિયનટર્સ વિધાર્થીઓ તેને વ્યવસ્થિત પેકીંગ કરીને સરહદ પર મોકલવાની તૈયારીઓ આરંભી છે. બે વખત આ ગ્રુપના સભ્યોને રક્ષાબંધનના દિવસે સરહદે જઈને જવાનોને રાખડી બાંધીને તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થાયો હતો. તે ઉપરાંત શરહદરના જવાનોના આભાર વ્યક્ત કરતા ફોન પણ આવ્યા છે. આ વર્ષે લગભગ 15,000 જેટલી વિવિધ રાખડીઓને સરહદે આપણી રક્ષા કરતા સૈન્યના જવાનો માટે મોકલવામાં આવનાર છે.

Next Story