Connect Gujarat
ગુજરાત

વડોદરા: "સ્વર વિલાસ" દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું થયું ભવ્ય આયોજન

વડોદરા: સ્વર વિલાસ દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું થયું ભવ્ય આયોજન
X

કળાઓ દ્વારા સંસ્કૃતિનું જતન કરી વડોદરા માં 'સંસ્કાર નિર્માણ'' નો પાયો નાખનાર મહારાજા સયાજીરાવ ને કારણે વડોદરા માં સંગીત ના જાણકાર એવા સંગીત રસિકો નો વિશાળ વર્ગ તૈયાર થયો. દેશભર ના સંગીતકારો ને માટે અત્યંત આદર નું સ્થાન નિર્માણ કરનારી 'સંસ્કાર નગરી વડોદરા', આજે પણ શાસ્ત્રીય કલાકારોનું પ્રિય સ્થાન છે.

મહારાજાએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે કરેલા કાર્યને સ્વતંત્ર ભારતમાં આગળ

ધપાવવાનું કામ ગુજરાતમાં સહુથી જૂની એવી વડોદરાની ‘સ્વર વિલાસ’ સંસ્થા કરી રહી છે. ‘વાયોલિન એકેડેમી

પુણે’ની સાથે સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ ચં. ચી. મેહતા

ઓડિટોરિયમ ખાતે દ્વિ દિવસીય ત્રી-સત્રીય –

‘સ્વર ઝંકાર શાસ્ત્રીય સંગીત સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું

છે. જેમાં વિશ્વવિખ્યાત શાસ્ત્રીય સંગીતના ગાયકો તેમજ વાદકોને સાંભળવાનો લહાવો

વડોદરાની સંગીત રસિક જનતાને મળશે.

આમંત્રિત સંગીત રસિકો અને સ્વર વિલાસ સંસ્થાના સદસ્યો માટે આયોજિત આ

સમારોહમાં વિદુષી ઇંદ્રાણી મુખર્જી, ઉસ્તાદ અર્શદ અલી ખાન, વિદુષી રેવતી કામત તથા પંડિત કૃષ્ણેન્દ્ર વાડિકરનું

શાસ્ત્રીય ગાયન થશે. આ સમારોહ ની વિશેષતા એ છે કે બે વાદ્યયંત્રોની જુગલબંદીના બે

કાર્યક્રમો થશે. એકમાં શરણાઈ પર અશ્વની અને સંજીવ શંકર તથા બીજી જુગલબંદી માન

પંડિત અતુલકુમાર ઉપાધ્યે અને ઉસ્તાદ સાબિર ખાનની વાયોલિન તથા સારંગીની જુગલબંદી

થશે. આ કલાકારોને તબલા સંગત અજિંક્ય જોશી અને હાર્મોનિયમ સંગતિ મિલિન્દ કુલકર્ણી

કરશે.

Next Story
Share it