વડોદરા: IPL ક્રીકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સની રૂપિયા ૩,૯૨,૦૦૦/- ના મુદમાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

New Update
વડોદરા: IPL ક્રીકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સની રૂપિયા ૩,૯૨,૦૦૦/- ના મુદમાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા શહેરક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઇ કાલ મેળવેલ ચોક્કસ માહીતી આધારે ફતેગંજ સેવનસીઝ મોલની બાજુમા રોયલ હબ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલ હાઇએચ કાફેની ઓફીસમા રેઇડ કરતા સદર કાફેમા દીલ્હી કેપીટલ તથા સનરાઇઝ હૈદરાબાદ ક્રીકેટ ટીમો વચ્ચે ચાલતી આઇ.પી.એલની લાઇવ મેચ ટીવી ઉપર જોઇ મોબાઇલ ફોનમા ચાલતી bro4bet.com નામની સાઇટનો ઉપયોગ કરી બુકીઓ સાથે સંપર્કમા રહી ક્રીકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમોને કુલ્લે રૂપિયા ૩,૯૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદર પકડાયેલ બે ઇસમો તથા ક્રીકેટ સટ્ટાની હારજીત કરતા બુકીઓ ઝુબેર યુસુફભાઇ ગરાસીયા, સલમાન તથા સતીષભાઇ નામના ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચમાં જુગાર ધારા એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે પકડાયેલ આરોપીઓમાં જૈનમભાઇ નીલયભાઇ શેઠ ઉ.વ ૨૦ રહે. રાજકમલ સોસાયટી, જૈન દેરાસર પાસે ગાય સર્કલ અકોટા વડોદરા,વિશાલ સમીરપ્રસાદ જોષી ઉ.વ ૨૮ રહે.વ્રજવિહાર સોસાયટી વાસણા રોડ રાણેશ્વર મંદીર પાસે વડોદરા ઝડપાયા હતા જ્યારે ઝુબેર યુસુફભાઇ ગરાસીયા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, પરનામી અગરબતી પાછળ તા.પાદરા જી. વડોદરા, સલમાન રહે આજવા રોડ, સતીષભાઇ નાસી છુટતા તેમને વોંટેડ જાહેર કરાયા હતા.

ઘટના સ્થળેથી પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ - ૩ કીમત રૂપિયા ૩૭૦૦૦/-, રોકડ રૂપીયા ૮૫,૦૦૦/-, એક ટુ વ્હીલ તથા એક ફોર વ્હીલ વાહનો કીમત રૂપિયા ૨,૫૦,૦૦૦/-, એલ.ઇ.ડી ટીવી તથા સેટ ટોપ બોક્ષ કીમત રૂપિયા ૨૦,૦૦૦/-,લાઈટબીલ કીમત રૂપિયા ૦૦/- મળી કુલ રૂપિયા ૩,૯૨,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.