વર્ષ 2017ના બજેટની શરૂઆત 31 જાન્યુઆરી થી થશે

New Update
વર્ષ 2017ના બજેટની શરૂઆત 31 જાન્યુઆરી થી થશે

સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિ (CCPA) મંગળવારના રોજ મળી હતી જેમાં આગામી વર્ષના બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ સમિતિએ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ કરવાની ભલામણ કરી હતી. આ સાથે બજેટના પ્રથમ અડધા સત્રનું આયોજન 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીમાં કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ હતુ.

કેબિનેટ સમિતિ દ્વારા કરવામાં આવેલ આ ભલામણ હવે સંમતિ માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને મોકલી આપવામાં આવશે.

વધુમાં આગામી વર્ષનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે એવી શક્યતા પણ સેવાઈ રહી છે.