Connect Gujarat
ગુજરાત

વાગરામાં વિશ્વશાંતિ અર્થે પ્રાર્થના કરાઈ

વાગરામાં વિશ્વશાંતિ અર્થે પ્રાર્થના કરાઈ
X

વાગરા ખાતે એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ નામની સંસ્થાના નેઝા હેઠળ વિશ્વશાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પટેલ સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વશાંતિ સ્થપાય એ માટે વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર લઇ આખા નગરમાં ફર્યા હતા, અને વિશ્વશાંતિનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ તબકકે સેન્ટર ફોર ડેવોલોપમેન્ટના આરીફભાઈ માંગરોલવાલ તેમજ શિક્ષકો રેલીમાં જોડાયા હતા. છાત્રોએ હાથમાં મિણબત્તી લઇને જગતમાં શાંતિ સ્થાપવા અંગે પ્રાર્થના કરી હતી.

Next Story