વાગરા ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

New Update
વાગરા ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

હ્રદય રોગ,ડાયાબિટિશ, સ્ત્રીરોગ,હાડકાં રોગ તેમજ કાન,નાક ગળાના રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી.

વાગરા ખાતે ફૈઝ ક્લિનિક અને પામલેન્ડ હોસ્પિટલના સયુંકત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.વાગરા કન્યા શાળામાં યોજાયેલ કેમ્પમાં વાગરા સહિત આસપાસના ગામડાના ૨૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

publive-imageહ્રદયરોગ,ડાયાબીટીસ,સ્ત્રીરોગ, હાડકાંના રોગ,કાન,નાક ગળાના દર્દીઓએ સારવાર લીધી હતી.આ તબક્કે ડો.વસીમરાજ,ડો.જીગ્નેશ મહેતા,ડૉ. અનસ શેખ,ડૉ. દત્ત મોઢ,ડૉ. મુબીન અને ડૉ.અઝીઝ સહિતના નિષ્ણાંત ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફે ખડેપગે સેવા આપી હતી.આ સાથે વાગરા તાલુકાની પ્રજા માટે અવાર નવાર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાની ખાતરી ડૉ વસીમ રાજે ઉચ્ચારી હતી. ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા બદલ સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો.