વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જોલવા ગામનાં સુલેમાન પટેલનાં નામ પર મહોર મારતા તેમના સમર્થકો ગેલમાં આવી ગયા હતા, અને ફટાકડા ફોડી તેમની ઉમેદવારીને વધાવી લીધી હતી.

151 વાગરા વિધાનસભા બેઠક મોટાભાગે કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સહકારી આગેવાન અરુણસિંહ રણાએ ભાજપ માંથી ઉમેદવારી કરી બેઠક કોંગ્રેસનાં હાથ માંથી આંચકી લઇ કમળ ખીલવ્યુ હતુ.

આ વખતે ભાજપે પુનઃ ધારાસભ્યને ફરીથી મેદાનમાં ઉતારતા ભાજપ માંથી કોણ ઉમેદવારી કરશે એના ઉપરથી પડદો ઉઠી ગયો હતો. ભાજપે પોતાના કેંડીડેટની બે યાદી બહાર પાડવા છતાંયે કોંગ્રેસની કોઈજ લિસ્ટ ન આવતા રહસ્ય અકબંધ રહ્યુ હતુ.

જોકે વાગરા વિધાનસભા બેઠક પર લો પ્રોફાઈલમાં રહેતા સામાજીક ક્ષેત્રે તમામ સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સૌમ્ય સ્વભાવ ધરાવતા વાગરા તાલુકાના જોલવા ગામના માજી ડેપ્યુટી સરપંચ સુલેમાન પટેલ ઉપર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જેને પગલે તમામ ચર્ચાઓના અંત સાથે તેમના સમર્થકો અને આગેવાનો તેમના ગામે દોડી જઇ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ તેમની ઉમેદવારીને ફટાકડા ફોડી વધાવી લીધી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here