વાઘોડિયાના દત્તપુરા પાછળ મહિલાના મળી આવેલા કંકાલનો પોલીસે ભેદ ઉકેલાયો

New Update
વાઘોડિયાના દત્તપુરા પાછળ મહિલાના મળી આવેલા કંકાલનો પોલીસે ભેદ ઉકેલાયો

વાઘોડિયાના દત્તપુરા પાછળ મળી આવેલ મહિલાના કંકાલનો ભેદ ઊકેલવામાં પોલીસને સફળતા મળી છે.

છેલ્લા ઘણા દિવસોથી વી એન એસ ક્વાર્ટસમાંથી એક મહિલા ગુમ થતા સમગ્ર વાઘોડિયા પંથકમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા તેમજ સમગ્ર મુદ્દો વાઘોડિયા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. મૃતક મહિલાની પુત્રી મનિષાએ પોતાની માતા ગુમ થયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવતા ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સઘન શોધખોળના અંતે ગુમ થયેલી અજાણી મહિલાનો કંકાલ દત્તપુરા પાછળ આવેલા વ્રજનિધી નંદાલયના કંમ્પાઉન્ડ વોલ પાછળથી મળી આવ્યું હતું. અવશેષો મળી આવતા ફોરેન્સી એક્ષપોર્ટ જોડે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. જેમાં મળી આવેલા અવશેષો મધુબેન દશરથભાઈ વસાવા રહે. કોટાલી, તા. સંખેડા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

મધુબેનની હત્યા બાદ મૃતદેહ ઘણા દિવસો સુઘી પડી રહેતા જંગલી પશુએ ફાડી ખાઘો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. જગ્યા પરથી લોહી તેમજ પગને થાપાના હાડકા પોલીસને મળી આવ્યા હતાં. મહિલાની સાડી, મોબાઈલ તેમજ ઘરેણા મળી આવતા મહિલાની ઓળખ થઇ હતી. આડા સંબઘોની પણ હત્યા પાછળ આશંકા સેવાઇ રહી છે. સમગ્ર હત્યાનો ભેદ વાઘોડિયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભગવત સિંહે ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દિધા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories