/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Screenshot_2019-06-29-11-34-10.png)
કુદરતી આપત્તિના સમયે જેવી કે પુર, વાવાઝોડુ, ધરતીકંપ સમયે બચાવ માટે કુનેહપૂર્વક સાવધાની રાખી દુર્ઘટના ટાળવા માટે NDRF ની ટીમ દ્વારા વાઘોડિયાની કુમારશાળાના છાત્રોને પ્રેકટીકલી માર્ગદર્શન માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુદરતી હોનારતો જેવી કે પૂર, વાવાઝોડા, ધરતીકંપ જેવી કુદરતી આફતોના સમયે કેવી રીતે પોતાનો બચાવ તેમજ અન્યોને મદદરૂપ બનવું તેની વિસ્તૃત છણાવટ સાથે જાણકારી અપાઇ હતી.
કુદરતી આપત્તિના સમયે સંયમ સાથે તેમજ બીનજરૂરી ઉતાવળ ન કરવી તેમજ જો કોઈ વ્યક્તિ પુરના પાણીમાં ડૂબતો હોય તો તેને કેવી રીતે બહાર કાઢવો તેનું પ્રેકટીકલી માર્ગદર્શન પણ બાળકોને સલામતીના સાધનો પહેરાવી NDRF ના જવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે સાથે અકસ્માત થાય કે કોઈ હોનારત થાય તો કોઇને લોહી નીકળે કે શરીરનું કોઈ અંગ ફેકચર થાય તે સમયે શું કરવું અને કેવી રીતે સારવાર કરવી તેની પણ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં વાઘોડિયા કુમાર શાળાના છાત્રો, શિક્ષકગણ તેમજ મામલતદાર, નાયબ મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.