Connect Gujarat
ગુજરાત

“વાયુ” વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલે ક્યાં પ્રકારની રાખશો આગોતરી તૈયારી

“વાયુ” વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલે ક્યાં પ્રકારની રાખશો આગોતરી તૈયારી
X

હાલ ગુજરાત રાજ્યના વેરાવળમાં દક્ષિણથી દક્ષિણ-પૂર્વ દિશામાં “વાયુ” વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, આવતી કાલે તા. ૧૨મી જૂનના રોજ “વાયુ” વાવાઝોડું ભારે પવન સાથે રાજ્યના કેટલાક દરિયા કાંઠા વિસ્તારોમાં ફરી વળસે. ત્યારે “વાયુ” વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામક દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજયભરમાં હાલ જ્યારે આ “વાયુ” વાવાઝોડાનો લોકોમાં ડર છે ત્યારે તેની સામે પહોચી વળવા માટે તકેદારીના પગલા અનુસાર વાવાઝોડાની સ્થિતિમાં સૌપ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી ઘણી જ આવશ્યક બની છે. વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારી માટેના આપણે કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે. “વાયુ” વાવાઝોડાને પગલે આફતના સમયે અગમચેતી રાખવા માટે કનેક્ટ ગુજરાત દ્વારા ઉપયોગી માહિતી જણાવવામાં આવી છે.

  1. હવામાન ખાતા તરફથી મળતી માહિતીઓને અનુસરવી.
  2. બચાવ માટે રાહત કામગીરી કરતાં અધિકારીઓના સંપર્કમાં રહેવું.
  3. બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવું.
  4. ફાયરબ્રિગેડ, હોસ્પિટલ, પોલીસ કંટ્રોલરૂમના દૂરભાસ સંપર્ક રાખવા.
  5. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે મોબાઈલ, કપડાં, દવા, ટોર્ચ, તાડપત્રી, ફર્સ્ટ એઇડ કીટ, માચીસ બોક્સ, લાંબુ દોરડું વગેરે સાથે રાખવું.
  6. ફૂડ પેકેટ, સૂકો નાસ્તો, બિસ્કિટ, ફરસાણ સહિત પાણીની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવું.
  7. લોકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી.
  8. અસરગ્રસ્તોની મદદ કરી બચાવ કર્યા બાદ સલામત સ્થળે લઈ જવા.
  9. અને છેલ્લે સૌથી અગત્યનું...અફવાઓથી દૂર રહેવું અને અફવાઓ ફેલાવવી નહીં

Next Story