/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault17.jpg)
હિંદુ સમાજના મહાપર્વ
દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં
વિદેશથી આવેલા અતિથિઓએ સવાયા ભારતીય બની પરંપરાગત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી
હતી. નિહાળો કનેકટ ગુજરાતનો વિશેષ અહેવાલ…
ભારતીય સંસ્કૃતિમાં
અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે અને તેથી જ કહેવાયું છે, "અતિથિ
દેવો ભવ :". બસ આ જ ઉક્તિને ચરિતાર્થ
કરી છે અંકલેશ્વરની પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલી તથા તેમના પરિવારે. આ
વર્ષે દિવાળીમાં તેમના મહેમાન બનીને આવ્યાં છે વિદેશના મિત્રો. દીપાવલીનું પર્વ
હોય અને તેમાં વિદેશી મિત્રોનું આગમન થયું હોય ત્યારે સોનામાં સુગંધ ભળી હોય તેમ
લાગી રહયું છે. જાપાન અને જર્મનીથી આવેલા વિદેશી અતિથિઓ દિવાળીના પર્વની ઉજવણી
જોઇને એકદમ અભિભુત થયાં છે અને તેઓ પણ સવાયા ભારતીય બની દિવાળીની ઉજવણીમાં જોડાઇ
ગયાં. આપ જે દિવાળીની ઉજવણીના દ્રશ્યો નિહાળી રહયાં છો તે અંકલેશ્વરમાં જોલી
પરિવારના આંગણે ઉજવવામાં આવી રહેલી અનોખી દિવાળીના છે. વિદેશી મહેમાનો જોર્ગ મેયર, હીરોકી કટોડા અને સોફી
મેયર પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઇને ફટાકડા ફોડવાનો આનંદ ઉઠાવી રહયાં છે, તો
ઘરના આંગણામાં દીવડાઓ પ્રજવલ્લિત કરી દીપાવલીના પર્વની પરંપરા નિભાવી રહયાં છે.
દિપાવલીનો ઉમંગ હોય ત્યારે મો મીઠુ કરવાનું કેમ ભુલી શકાય. તો જુઓ તેઓ એકબીજાને મિઠાઇ પણ ખવડાવી રહયાં
છે. તેમણે દિવાળીના પર્વની ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરી અને તમામ લોકોને દીવાળીની
શુભેચ્છા પણ પાઠવી છે.
દિવાળીના પર્વની સમગ્ર
વિશ્વમાં વસતા ભારતીય પરીવારો દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે અને
તેમાં હવે વિદેશીઓ પણ સહભાગી બની રહયાં છે. જાપાન અને જર્મની સહિતના દેશોમાંથી આવી
અંકલેશ્વરના મહેમાન બનેલા અતિથિઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને નિહાળી આફરીન
પોકારી ઉઠયાં છે. પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલી, અનિરૂત જોલી, કરણ જોલી અને યુશીકા
જોલી સહિત સહીત પ્રોલાઇફ પરીવારના સભ્યોએ સાચા અર્થમાં વિદેશી મહેમાનોને ભારતીય
સંસ્કૃતિથી અવગત કરાવ્યાં છે, ત્યારે તેઓ ભારતીય સંસ્કૃતિ અને
દિપાવલીના પર્વ વિશે શું કહે છે તે જાણવાનો પ્રયાસ ખુદ પ્રોલાઇફ ગૃપ ઓફ
ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ. જોલીએ કર્યો છે…