Connect Gujarat
સમાચાર

મહેસાણા : વિસનગરના પ્રકૃતિ પ્રેમી બન્યા “ગ્રીન એમ્બેસેડર”, 200 એકર જમીનમાં કર્યું માનવ સર્જિત જંગલનું નિર્માણ

મહેસાણા : વિસનગરના પ્રકૃતિ પ્રેમી બન્યા “ગ્રીન એમ્બેસેડર”, 200 એકર જમીનમાં કર્યું માનવ સર્જિત જંગલનું નિર્માણ
X

મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા જીતુ પટેલ નામના પ્રકૃતિ પ્રેમીએ વિજાપુર-હિંમતનગર હાઇવે પર સાબરમતી કાંઠે 200 એકર જમીનમાં આખેઆખું માનવ સર્જિત જંગલ તૈયાર કર્યું છે. આ પ્રકૃતિ પ્રેમીએ કે જેઓ ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર પણ સાબિત થયા છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ જંગલ એ કુદરતી હોય છે, પરંતુ મહેસાણાના પ્રકૃતિ પ્રેમી દ્વારા મેડ મેઇન જંગલ એટલે કે, માનવ સર્જિત જંગલ તૈયાર કરાયું છે. આ જંગલમાં હજારો પશુ-પક્ષીઓ વશે છે. લોકડાઉનની વાત કરવામાં આવે તો, લોકડાઉનના સમયમાં આ જંગલમાં 40,000 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા. જોકે આ પ્રકૃતિ પ્રેમી અત્યાર સુધીમાં 8 લાખ જેટલા વૃક્ષો વાવી ચૂક્યા છે.

હાલના સમયમાં એકબાજુ માનવી પોતાની સુખાકારી માટે દિવસે દિવસે જંગલનો નાશ કરી રહ્યો છે, ત્યારે જીતુ પટેલે સાબરમતીના કાંઠે એક આખું જંગલ ઉભું કર્યું છે. જેમાં છેલ્લા 10 વર્ષમાં 8 લાખ જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર પણ કર્યો છે. તો સાથે આ જંગલમાં અનેક પશુ-પક્ષીઓ પણ વસવાટ કરે છે. તેઓએ પશુ-પક્ષીઓ માટે આ જંગલમાં 35 જેટલા નાના મોટા ચેક ડેમ બનાવ્યા છે. જેમાંથી આ પશુ પક્ષીઓને પૂરતું પાણી મળી રહે છે. આમ તો જીતુ પટેલ વિસનગરના જાણીતા ઉધોગપતિ છે. પરંતુ તેમનો પ્રકૃતિ પ્રેમ જોઈને રાજ્ય સરકારે તેમને “ગ્રીન એમ્બેસેડર” તરીકે પણ નિમણૂંક કરી છે.

Next Story