શશીકલા સામેની જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

New Update
શશીકલા સામેની જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે AIADMK ના પ્રમુખ વી કે શશીકલા ના તામિલનાડુ ના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ ના વિરોધમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

શશીકલાને મુખ્યમંત્રીના પદના શપથ ગ્રહણ ન કરવા માટે તેમની પર આવક કરતા વધુ સંપત્તિને મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી,અને જ્યાં સુધી કોર્ટનો ફેંસલો ના આવે ત્યાં સુધી તેને શપથ મુલતવી રાખવાની અને આ અંગે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી.

જો કે આ અંગે સુપ્રીમ કોર્ટના જજ જે.એસ.ખેહર, જસ્ટિસ એન.વી.રમણ તેમજ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ ની ખંડપીઠે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શશીકલા વિરુદ્ધ જાહેર હિતની આ અરજી સુપ્રીમ કોર્ટમાં 6 ફેબ્રુઆરીના રોજ આવકથી વધુ સંપત્તિના મામલે કરવામાં આવી હતી.