Connect Gujarat
ટેકનોલોજી

શહીદોના આશ્રિતોને મદદ માટે "ભારત કે વીર " એપ લોન્ચ

શહીદોના આશ્રિતોને મદદ માટે ભારત કે વીર  એપ લોન્ચ
X

ભારત માટે શહીદી વહોરતા જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે સરકાર દ્રારા વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે.ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્રારા "ભારત કે વીર " નામનું વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યા છે.આ સેવાઓ દ્રારા લોકો શહીદોના પરિવારજનોને ઓનલાઇન પૈસા આપી શકશે.મદદઅભિનેતા અક્ષય કુમાર પણ જવાનોને મદદ માટેની સેવાની શરૂઆત દરમિયાન હાજર રહ્યા હતા,આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે જણાવ્યુ કે સીઆરપીએફના જવાનોનું કામ ખરેખર પ્રસંશનીય છે.કાશ્મીરમાં યુવાનો ઉશ્કેરણીમાં આવીને જવાનો ઉપર પથ્થરમારો કરે છે.અને આ જ જવાનો પૂર અને કુદરતી આપત્તિમાં લોકોને બચાવવા પોતાના જીવને જોખમમાં મૂકી દે છે.મદદઅક્ષય કુમાર દ્રારા સરકારને સૂચન કરવામાં આવ્યુ હતુ કે એવુ ઓનલાઇન માધ્યમ તૈયાર કરવામાં આવે જેમાં લોકોને શહીદો વિશે માહિતી મળે અને તેમના પરિવાજનોને મદદ પણ કરી શકાય.

Next Story