શું અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ સૈનિકોની સુરક્ષા અને સ્વાસ્થયની પડી નથી? જુઓ આ તસ્વીર

New Update
શું અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ સૈનિકોની સુરક્ષા અને સ્વાસ્થયની પડી નથી? જુઓ આ તસ્વીર

તાજેતરમાં જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રિમોંસુન કામગીરીના ભગ રૂપે વરસાદી કાંસ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં શહેરની વિવિધ ગટરની પણ સફાઇ પણ હાથ ધરવામાં આવી હતી.

પ્રિમોન્સુન કામગીરીના ભાગ રૂપે આજે સફાઇ કર્મીઓની એક ટુકડી સવારે ગટરમાં થી ઢગલો કચરો બહાર કાઢતી હતી. ત્યારે તે જોઇ સૌને આનંદ થાય કે, હાશ ચાલો આ ચોમાસે ગટર નહીં ઉભરાય અને ગંદકી સાફ થશે જેથી રોગચાળો નહીં ફેલાય. પણ કહેવાય છે ને કે ‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’. તેમ પોતાના અને પોતાના પરિવારની ચિંતા તો સૌ કોઇ કરે છે પણ આકરા તાપમાં કામ કરતા આ સફાઇ સૈનિકોના સ્વાસ્થયની ચિંતા કોઇ કે કરી છે ખરી? શું તેઓ માણસ નથી ?

આપણને રસ્તા ઉપર પસાર થતા સહેજ ધુળ ઉડે કે દુર્ગંધ આવે તો પણ મોઢા ઉપર માસ્ક કે રૂમાલ ઢાંકી દઈએ છે. પણ જરા જુઓ આ સફાઇ સૌનિકોને કે જેઓ આપણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે પોતાની જાતની ચિંતા કર્યા વિના, વિના સંકોચે કોઇ પણ સેફ્ટીના સાધનો વિના ઉતરે છે ગટરમાં અને કરે છે સફાઇ. અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલ વરસાદી કાંસની સફાઈ કરતા સફાઈ સૈનિકો પણ આજે પાલિકાની મહેરબાનીથી કોઈ પણ સુરક્ષાના સાધનો વગર ગટર સાફ કરતા જોવા મળ્યા હતા. તેઓ પ્રજાને પડતી તકલીફો દુર કરવા પોતાના સ્વાસ્થયની ચિંતા કર્યા વિના ખંતથી કામગીરી કરી રહ્યા હતા.ત્યારે સવાલ એ થાય શું પાલિકા સત્તાધિશો આ બાબતને ધ્યાને લઈ સફાઇ સૈનિકોના સ્વાસ્થયનું ધ્યાન રાખશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories