Connect Gujarat

શ્રીનગરના લાલચોકમાંથી ગૃહમંત્રી અમિત શાહ ધ્વજ ફરકાવે તેવી શકયતા

શ્રીનગરના લાલચોકમાંથી ગૃહમંત્રી અમિત શાહ ધ્વજ ફરકાવે તેવી શકયતા
X

કલમ 370 હટાવી લેવાયા બાદ પ્રથમ વખત ધ્વજવંદન

દેશની આઝાદીના 73 વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના ઐતિહાસિક લાલચોક ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહ તિરંગો લહેરાવે તેવી શકયતાઓ છે. કલમ 370 હટાવતા પહેલા રાજયમાં ગોઠવવામાં આવેલી સઘન સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય બાદ ભાજપ હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણીની તૈયારીઓ કરી રહયું છે. કલમ 370 હટાવતા પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોના 10,000થી વધુ વધારાના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ પણ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. વિશેષ રાજયમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીરમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ધ્વજવંદન કરે તેવી શકયતા છે. તેઓ શ્રીનગરના ઐતિહાસિક લાલચોક ખાતેથી તિરંગો લહેરાવે તેવું આયોજન કરવામાં આવી રહયું છે. બીજી તરફ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવના કારણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

Next Story
Share it