ઇસરોના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી રોકેટ લોન્ચિંગમાં અરવલ્લી જિલ્લાનો વિદ્યાર્થી તેનો સાક્ષી બન્યો છે. ઇસરોના શ્રી હરિકોટા ખાતે ચાલી રહેલા યુવિકા સંવાદ 2019 ચાલી રહ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લેવા પહોંચ્યા છે.

 

જેમાં આજે ઇસરો દ્વારા સાઉન્ડિંગ રૉકેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાની જે. બી. શાહ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રથમ પટેલ તેની સાક્ષી બન્યો હતો. રોકેટ લોન્ચિંગ બાદ ઇસરોના વૈજ્ઞાનિક ડૉ. કે. સિવને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેના ફોટોગ્રાફ્સ ઇસરોએ ટ્વીટ કરી શેર કર્યા છે.

 

LEAVE A REPLY